ગાંધીનગર: ગુજરાતમાં Global Capability Centres (GCC)ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે GCC Policy 2025-30 માટે Operational Guidelines 1.0 જાહેર કરી છે. 21 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં નવા GCC શરૂ કરવા અને હાલના GCCના વિસ્તરણ માટે પાત્રતા, રોકાણ, રોજગારી તથા ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા વિગતવાર નક્કી કરવામાં આવી છે.
માર્ગદર્શિકા મુજબ GCC ઇન્સેન્ટિવ માટે અરજી, In-principle Approval, ક્લેમ સબમિશન, ચકાસણી, અંતિમ મંજૂરી અને ચુકવણીની પ્રક્રિયા Integrated Incentive Management Portal મારફતે હાથ ધરાશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્લેટફોર્મ પર ઇન્સેન્ટિવ ક્લેમ ઉપરાંત GCC Policy સંબંધિત માહિતી અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ માટેની અરજીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારના ઇન્વેસ્ટર ફેસિલિટેશન પ્લેટફોર્મનો હેતુ વિવિધ નીતિઓ હેઠળ મળતા લાભો માટે એક જ સ્થળે અરજી અને પ્રક્રિયાની સ્થિતિ જાણવા સગવડ આપવાનો છે.
ઇન્સેન્ટિવ ગણતરી માટે Month of Eligibility
ઇન્સેન્ટિવની ગણતરી શરૂ કરવા માટે Month of Eligibility નક્કી કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ઓપરેશન શરૂ થવાની તારીખ, In-principle Approval મળ્યાની તારીખ અને Eligible Employee Count હાંસલ થયાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણવામાં આવશે. આ મહિના બાદ જ સંબંધિત ઇન્સેન્ટિવની ગણતરી શરૂ થશે.
GCCની ઓળખ અને પાત્રતા સાબિત કરવા માટે પેરેન્ટ અથવા ગ્રૂપ કંપની સાથેનો સંબંધ દર્શાવતા દસ્તાવેજો રજૂ કરવા પડશે. તેમાં Board Resolution, Service Level Agreement (SLA), Ownership Structure, Detailed Project Report (DPR), GST Certificate અને જરૂરી હોય ત્યાં Chartered Accountant દ્વારા પ્રમાણિત રોકાણની વિગતોનો સમાવેશ થાય છે.
નવા GCC માટે Certificate of Incorporation, GST Registration, ગુજરાતમાં મિલકતના ભાડા અથવા ખરીદીના દસ્તાવેજો, GCC સ્થાપવા માટેનો Board Resolution, SLA, Employee Allocation Details, DPR અને First Service Invoice જરૂરી રહેશે. હાલના GCC દ્વારા નવી પ્રવૃત્તિ શરૂ કરીને રોકાણ અને રોજગારી વધારવામાં આવે તો Expansion Application માટે વધારાની પ્રવૃત્તિ સંબંધિત SLA, DPR તેમજ વધારાના રોકાણ અને કર્મચારીઓની વિગતો આપવાની રહેશે.
CAPEXમાં કયા ખર્ચનો સમાવેશ થશે?
Eligible CAPEX Expenditure હેઠળ બિલ્ડિંગનું બાંધકામ અથવા ખરીદી, કમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર અને અન્ય Fixed Assetsનો ખર્ચ સામેલ થઈ શકે છે. જમીનની ખરીદીનો ખર્ચ પાત્ર ગણાશે નહીં. જોકે જમીન અથવા ઓફિસ સ્પેસના લીઝ, વેચાણ અથવા ટ્રાન્સફર માટે ચૂકવેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પાત્ર ખર્ચમાં સામેલ થઈ શકે છે.
કેપેટિવ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ માટેના સાધનો, ફર્નિચર, ફિક્સચર, રિનોવેશન, સિવિલ વર્ક, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, ઇલેક્ટ્રિકલ ફિક્સચર, HVAC Equipment અને જરૂરી Plant Machineryનો ખર્ચ પણ આધારભૂત દસ્તાવેજોના આધારે ગણતરીમાં લઈ શકાય છે. નવા GCC માટે કમર્શિયલ ઓપરેશન શરૂ થયાની તારીખથી અને હાલના GCCના વિસ્તરણ માટે Expansion Applicationની તારીખથી બે વર્ષ સુધીનું સંબંધિત GFCI રોકાણ પાત્ર ખર્ચમાં સામેલ થઈ શકશે.
ક્લેમની સમયમર્યાદા અને ચકાસણી
CAPEX ક્લેમ સંબંધિત પાત્ર સમયગાળો પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર નાણાકીય વર્ષ મુજબ રજૂ કરવાનો રહેશે. OPEXનો પ્રથમ ક્લેમ Month of Eligibilityથી શરૂ થતા અનુગામી બે ક્વાર્ટરમાં રજૂ કરવો પડશે. ત્યારબાદના OPEX ક્લેમ દરેક આગામી ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં સબમિટ કરવાના રહેશે. Special Incentive અને Quality Certificationના વાર્ષિક ક્લેમ આગામી નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવા પડશે.
ક્લેમમાં વિલંબ થાય તો ઇન્સેન્ટિવની ગણતરી વિલંબના દિવસોના આધારે Pro-rata ધોરણે થઈ શકે છે. ક્લેમની ચકાસણી વખતે Certificate of Incorporation, GST Registration, Board Resolution, SLA, Certified DPR, કર્મચારીઓની વિગતો, First Service Invoice, Investment Invoices, CA Certified Claim Summary તથા GFCI અને વાર્ષિક Operating Expenditureનું CA Certificate રજૂ કરવાનું રહેશે.
આ ઉપરાંત GCC દ્વારા પેરેન્ટ અથવા ગ્રૂપ કંપનીને જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી થશે. જરૂરી જણાય તો સત્તાધિકારી અરજદાર પાસેથી વધારાના દસ્તાવેજો અથવા સ્પષ્ટતા માગી શકશે. સત્તાવાર GCC Policyમાં CAPEX, OPEX, રોજગારી, વ્યાજ સહાય, વીજળી ડ્યુટી અને કૌશલ્ય વિકાસ જેવા પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
