Spam Callsથી પરેશાન મોબાઇલ વપરાશકર્તાઓ માટે Telecom Regulatory Authority of India (TRAI)એ નિયમો વધુ કડક કર્યા છે. 18 સપ્ટેમ્બર 2026ના સુધારેલા નિયમો હેઠળ ટેલિકોમ કંપનીઓને AI અને Machine Learning આધારિત સિસ્ટમથી સ્પેમ કૉલની સંભાવના ધરાવતા નંબરો ઓળખવાના રહેશે.
ઓપરેટરો આવા શંકાસ્પદ નંબરોની માહિતી એકબીજા સાથે શેર કરશે. કોઈ નંબર વારંવાર સ્પેમ પ્રવૃત્તિ સાથે જોડાયેલો જણાય તો તેની વધુ ચકાસણી, KYCની ફરી તપાસ અને નિયમભંગ સામે કનેક્શન બંધ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
નવા નિયમોમાં automated અથવા Application-to-Person (A2P) કૉલ્સને પણ નિયંત્રિત કરવામાં આવ્યા છે. આવી સેવા ઉપયોગ કરતી સંસ્થાઓએ પોતાના ટેલિકોમ પ્રોવાઇડરને તેની અગાઉથી જાણ કરવી પડશે. જાણ કર્યા વગર થતા A2P કૉલ્સને Unsolicited Commercial Communication તરીકે ગણવામાં આવી શકે છે.
TRAIએ 140xx, 1600xx અને 1601xx જેવી નિયુક્ત કોમર્શિયલ નંબર સિરીઝ અંગે પણ સ્પષ્ટતા કરી છે. Call-management appsને આ સિરીઝના તમામ કૉલ્સને આપમેળે spam તરીકે ટૅગ અથવા બ્લૉક કરવાની મંજૂરી નહીં હોય. નિયમોનો હેતુ વાસ્તવિક બિઝનેસ કૉલ્સ અને અનિચ્છનીય કૉલ્સ વચ્ચે વધુ સારી રીતે ભેદ કરાવવાનો છે.
