રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન યુવા કથાનો પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યોજાતો આ ત્રણ દિવસીય કાર્યક્રમ 28, 29 અને 30 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવ્યો છે.
શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢી સુધી સનાતન ધર્મના મૂલ્યો, સંસ્કારો અને આધ્યાત્મિક વિચાર પહોંચાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન કથા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, રાજકોટમાં યોજાતી આ યુવા કથાને લઈને શરૂઆતથી જ શ્રદ્ધાળુઓ અને યુવાનોમાં રસ જોવા મળ્યો છે. કથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે ત્રિદિવસીય રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
