મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ, હુમલામાં સીધી રીતે સામેલ શૂટર્સ ઉપરાંત હથિયારોની વ્યવસ્થા કરનારા અને તેમને મુંબઈ પહોંચાડનારા લોકો પણ આ કેસમાં આરોપી છે.

પોલીસે પહેલાં ઋતિક ઉર્ફે રોશન, રેહાન અને ફૂલ સિંહને કોટાથી પકડ્યા હતા. ત્યાર બાદ સોનીપતમાંથી કુણાલ અને સુમિતની, જ્યારે દિલ્હીમાથી રાધા અને બબીતા ​​ની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા સાતેય આરોપીઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.

તપાસમાં પોલીસનો દાવો છે કે કુણાલે લોરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા અનિલ પંડિતના સંપર્કમાં રહીને હુમલાનું આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, કુણાલ અને સુમિતે હથિયારો મેળવ્યાં હતાં. એ પછી હથિયારો રાધા અને બબીતાને સોંપાયાં હતાં. બંને મહિલાઓ તેને મુંબઈના દાદર લઈ આવી અને શૂટર્સ સુધી પહોંચાડ્યાં હોવાનો પોલીસનો આરોપ છે.

પોલીસ તપાસ અનુસાર, રાધા અને બબીતા ​​17 ઑક્ટોબરે દાદર પહોંચ્યાં હતાં. બીજા દિવસે સાંજે લગભગ 7 વાગ્યે ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર થયો હતો. બંને મહિલાઓ એ જ દિવસે દાદરથી હરિદ્વાર એક્સપ્રેસમાં દિલ્હી જવા નીકળી હતી અને 20 ઑક્ટોબરે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી પકડાઈ હતી. કેસમાં આરોપીઓની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.