પ્રી-નવરાત્રિ કોન્ટેસ્ટના બીજા દિવસના આઠ લકી વિનર્સની યાદી જાહેર કરવામાં આવી છે. બીજા દિવસે ભાગ લેનારાઓને ‘નવરાત્રિમાં ગરબા કયા દિવસથી શરૂ થાય છે?’ એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. સાચો જવાબ આપનારા ભાગ લેનારાઓમાંથી લકી ડ્રો દ્વારા વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા.
બીજા દિવસના વિજેતાઓ
વિજેતાઓના Instagram હેન્ડલ્સમાં khatri.dishu, bhagatrajesh70083, kishor.timaniya, sonal33647, rajesh_gandhi09, kruti17292, bhoomihirdani અને krishu_s23નો સમાવેશ થાય છે.
આ પ્રી-નવરાત્રિ કોન્ટેસ્ટ 5 ઓક્ટોબર સુધી ચાલશે. દરરોજ Instagram પર સાંજે 6 વાગે એક રીલમાં સવાલ પૂછવામાં આવશે અને તેનો સાચો જવાબ કમેન્ટ કરનારાઓમાંથી લકી વિનર્સ પસંદ કરવામાં આવશે. વિજેતાઓ માટે ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામોની જાહેરાત કરવામાં આવી છે.
નિયમો અનુસાર રવિવાર અને જાહેર રજાના દિવસે ગિફ્ટનું વિતરણ કરવામાં આવશે નહીં. ગિફ્ટ કુરિયર અથવા પોસ્ટથી મોકલાશે નહીં. સગીર વિજેતા હોય તો ગિફ્ટ મેળવવા માટે માતા-પિતા અથવા કાનૂની વાલી સાથે આવવું જરૂરી રહેશે.
