અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં 13 નવેમ્બરે મિસિસિપી નદી પર ‘ઍટલાન્ટિક ઍસ્ફાલ્ટ’ નામનું ટેન્કર ‘અમેરિકન હેરિટેજ’ ક્રૂઝ જહાજ સાથે અથડાયું હતું. ટક્કર વખતે ક્રૂઝ જહાજ નદીકાંઠે ડૉક પર હતું. તેમાં સવાર આશરે 130 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્મતમાં 32 લોકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપલબ્ધ માહિતી મુજબ, કોઈને ગંભીર ઈજા થઈ નહોતી અને જહાજમાં રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટક્કર બાદ ‘અમેરિકન હેરિટેજ’ એક તરફ ઝૂકી ગયું હતું.
અમેરિકન કોસ્ટગાર્ડનાં કૅપ્ટન મૅલાની બર્નહેમે જણાવ્યું હતું કે અધિકારીઓ અકસ્માતનું કારણ તપાસી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, ક્રૂઝ જહાજની સ્ટિયરિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હોઈ શકે છે; જોકે તપાસ પૂરી થાય ત્યાં સુધી આ કારણની પુષ્ટિ થઈ નથી.
બંદર અને બચાવદળના કર્મચારીઓએ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ આ બચાવ કામગીરીને ‘મિસિસિપી નદી પરનો ચમત્કાર’ ગણાવી હતી. હાલ ઉપલબ્ધ માહિતીમાં ટક્કરનું અંતિમ કારણ જાહેર થયું નથી.
