બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વચ્ચે છેલ્લા 20 મહિનામાં દેશભરની નદીઓમાંથી 920 મૃતદેહ મળ્યાનો અહેવાલ સામે આવ્યો છે. આ આંકડો ઓગસ્ટ 2026 સુધીનો છે અને બાંગ્લાદેશ રિવર પોલીસના ડેટા પર આધારિત હોવાનું જણાવાયું છે.

આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન નદીઓમાંથી 541 મૃતદેહ મળ્યા હતા. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 વચ્ચે વધુ 379 મૃતદેહ મળ્યા હતા. નિષ્ણાતો અને માનવાધિકાર કાર્યકર્તાઓએ આશંકા વ્યક્ત કરી છે કે કેટલાક કિસ્સામાં હત્યા બાદ પુરાવા છુપાવવા માટે નદીઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોકે, દરેક મૃતદેહના કિસ્સામાં કારણ અને ગુનાની પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે છે.

માનવાધિકાર સંગઠન Manabadhikar Shongskriti Foundationના અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2026ના પહેલા 20 દિવસમાં ઢાકા સહિત વિવિધ વિસ્તારોમાં નદીકાંઠા, રસ્તા, રેલવે લાઇન અને ખેતરોમાંથી ઓછામાં ઓછા 42 અજાણ્યા મૃતદેહ મળ્યા હતા. સંગઠનના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન 465 અજાણ્યા મૃતદેહ નોંધાયા હતા.

અહેવાલમાં બાંગ્શી નદીમાંથી મળેલા એક અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો પણ ઉલ્લેખ છે. ઓળખ માટે ફિંગરપ્રિન્ટનો પ્રયાસ નિષ્ફળ જતા DNA નમૂનો લેવામાં આવ્યો હતો.