કોફી પીધા પછી કપને કચરાપેટીમાં ફેંકવાને બદલે ખાઈ શકાય તો? વિયેતનામના Kheo કેફેમાં ગ્રાહકોને આવો જ અલગ અનુભવ મળે છે. અહીં કોફી એડિબલ કપમાં પીરસવામાં આવે છે, જેને ડ્રિન્ક પૂરી થયા પછી ખાઈ શકાય છે.

એક કન્ટેન્ટ ક્રિએટરે કેફેની મુલાકાત દરમિયાન બે પીણાં અજમાવ્યાં હતાં—Vietnamese milk coffee અને rice milk coffee. તેના અનુભવ મુજબ, કપ ખાવાનો વિચાર રસપ્રદ હતો, પરંતુ કપનો સ્વાદ તેની અપેક્ષા જેટલો સારો લાગ્યો નહોતો. જોકે, બંનેમાંથી કોફીનો સ્વાદ તેને પસંદ આવ્યો હતો.

Vietnamese milk coffeeમાં મીઠાશ વધુ

Vietnamese milk coffee પર કસ્ટર્ડનું સ્તર મૂકવામાં આવ્યું હતું. તેને ગરમ કરીને ઉપરનો ભાગ કરકરો બનાવવામાં આવે છે, જેનો અનુભવ crème brûlée જેવી ટોપિંગની યાદ અપાવે છે. કન્ટેન્ટ ક્રિએટર મુજબ, કસ્ટર્ડને કારણે પીણું ઘણું મીઠું બન્યું હતું. તેણે ટોપિંગને કોફીમાં ભેળવતાં તેનો સ્વાદ વધુ ગાઢ અને ક્રીમી બન્યો હતો.

આ કોફી condensed milkથી તૈયાર થતી હોવાથી સામાન્ય black coffeeની સરખામણીએ તેનો સ્વાદ નરમ હતો. ક્રીમી કોફી અને મીઠી કરકરી ટોપિંગના સંયોજનને કારણે આ ડ્રિન્ક તેને બંનેમાંથી વધુ ગમી હતી.

Rice milk coffeeમાં matchaનો સ્વાદ

બીજા પીણામાં rice milk સાથે matcha અને ઉપર milk foam આપવામાં આવ્યું હતું. કન્ટેન્ટ ક્રિએટરના જણાવ્યા મુજબ, ફોમનો સ્વાદ whipped milk જેવો હતો, જ્યારે matchaએ હળવો earthy flavour આપ્યો હતો. Rice milkને કારણે પીણું વધુ નરમ અને થોડું મીઠું લાગ્યું.

આ અનુભવ બાદ તેણે Kheo કેફેની Vietnamese coffee crème brûlée આવૃત્તિ પણ અજમાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.