દૈનિક આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રા વ્યક્તિના શરીરનું વજન, ઉંમર અને શારીરિક પ્રવૃત્તિ પર આધારિત રહે છે. તેથી દરેક વ્યક્તિ માટે એકસરખી માત્રા નક્કી કરી શકાય નહીં.

કસરત કરતા લોકો માટે કેટલી માત્રા?

American College of Sports Medicineની માર્ગદર્શિકા મુજબ, વજન ઉઠાવવાની કસરત અથવા દોડવા-સાયકલિંગ જેવી નિયમિત તાલીમ લેતા લોકો માટે દર કિલોગ્રામ શરીર વજન દીઠ 1.2થી 1.7 ગ્રામ પ્રોટીનની ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 75 કિલો વજન ધરાવતી વ્યક્તિ માટે આ પ્રમાણ 75થી 128 ગ્રામ પ્રોટીન જેટલું થાય છે.

International Society of Sports Nutrition મુજબ શારીરિક રીતે સક્રિય લોકો માટે દર કિલોગ્રામ દીઠ 1.4થી 2.0 ગ્રામ પ્રોટીનનો દૈનિક વપરાશ ઉપયોગી રહી શકે છે. સ્ટ્રેન્થ અથવા પાવર ટ્રેનિંગ કરનારા લોકો સામાન્ય રીતે આ શ્રેણીના ઊંચા ભાગ તરફ જઈ શકે છે.

મસલ્સ ગેઇન માટે પ્રોટીન સાથે નિયમિત રેઝિસ્ટન્સ ટ્રેનિંગ જરૂરી છે. ACSM મુજબ તમામ મુખ્ય મસલ્સ ગ્રુપને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ટ્રેન કરવાથી લાભ મળી શકે છે.

પ્રોટીનની જરૂરિયાત વ્યક્તિગત હોવાથી આહાર બદલતા પહેલાં ડાયટિશિયન અથવા તબીબી નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.