સુરતથી નવસારી તરફ જઈ રહેલા બાઈકચાલક ઋષિલ કમલેશ ચૌહાણનું વેસ્મા બ્રિજ પર અકસ્માતમાં મોત થયું છે. તેઓ સુરતના રહેવાસી હતા અને પલ્સર બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા.
અકસમાત બાદ બાઈક અને ચાલક અલગ-અલગ જગ્યાએ પડેલા જોવા મળ્યા હતા. બાઈક ચાલકથી આશરે 50 મીટર દૂર પડી હતી. તેમના બૂટમાંથી એક બ્રિજ પર અને બીજો નીચે પડ્યો હતો. બાઈકનો નોંધણી નંબર GJ05NX2420 હતો.
અકસ્મત કેવી રીતે થયો તે અંગે હાલ સ્પષ્ટતા નથી. બાઈક અન્ય વાહન સાથે અથડાઈ હતી કે ડિવાઈડર સાથે, તે નક્કી થયું નથી. તેથી અકસ્માતનું કારણ જાણી લીધા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.
વેસ્મા આઉટપોસ્ટના PSI એમ.એ. મોડ, રાહુલ ઠીમ્મર અને પરવેઝ શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
