વડોદરા નજીક કોટામ્બી સ્ટેડિયમ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા હતા. અકસ્માતમાં 26 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી.

અહેવાલ મુજબ, વહેલી સવારે લગભગ 4 વાગ્યે વડોદરા-હાલોલ રોડ પર આ અકસ્માત થયો હતો. બસે રસ્તા પર ઊભેલા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસમાં મુસાફરો ફસાઈ ગયા હતા.

બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ અને NDRF જોડાયા

અકસાનની જાણ થતાં સ્થાનિક લોકો, વાહનચાલકો, વડોદરા ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. બસ અને ટ્રકને અલગ કરવા માટે JCBની મદદ લેવામાં આવી હતી. બસના પતરાં કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી પાંચની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું હતું.

અકસમાતને કારણે માર્ગ પર આશરે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.