સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ઉદ્ઘાટન વિશેષ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ સેવા શરૂ થતાં દક્ષિણ ગુજરાતથી ઉદયપુર, નાથદ્વારા અને રાજસ્થાન તરફ જતા મુસાફરો, વેપારીઓ તથા શ્રદ્ધાળુઓને ઝડપી રેલ કનેક્ટિવિટી મળશે.
નિયમિત સેવાનો સમય
ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી સુરત માટેની નિયમિત સેવા 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટ્રેન ઉદયપુર સિટીથી બપોરે 3:35 વાગ્યે રવાના થઈને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે.
ટ્રેન નંબર 26903 સુરતથી ઉદયપુર સિટી માટેની સેવા 4 ઓક્ટોબરથી શરૂ થશે. તે સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડીને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આ સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ
નવી વંદે ભારત બંને દિશામાં ભરુચ, વડોદરા, આણંદ, મણિનગર, અસ arવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનમાં 8 કોચનો વંદે ભારત રેક રહેશે.
ઉદ્ઘાટન વિશેષ સેવા 2 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે સુરતથી રવાના થઈને સાંજે 5:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચી હતી. નિયમિત સેવા શરૂ થયા બાદ સુરત, મધ્ય ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસન, ધાર્મિક યાત્રા અને વેપારી અવરજવર માટે વધુ સીધો વિકલ્પ ઉપલબ્ધ થશે. આ સાથે ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત સેવાનું સંચાલન 2 ઓક્ટોબરથી બંધ કરવામાં આવ્યું છે.
