સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછાના ઢાળ પાસે ચાલતા ચાલતા 45 વર્ષીય આધેડ અચાનક ઢળી પડ્યા હતા. તેમની સાથે રહેલા મિત્રએ તેમને બે વખત ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફરી ઊભા થઈ શક્યા નહોતા.

મૃતકની ઓળખ દિનદયાલ નગરમાં રહેતા પિંટુ બુધાભાઈ રાઠોડ તરીકે થઈ છે. ઘટના બાદ આસપાસના લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થળે પહોંચેલી 108ની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

અહેવાલ મુજબ, પિંટુ રાઠોડને છેલ્લા થોડા દિવસોથી કમળો સહિતની અન્ય શારીરિક તકલીફો હતી. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ તબીબી તપાસ બાદ સ્પષ્ટ થશે.

ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે.