સુરતના ડીંડોલી જળવિતરણ મથકની ભૂગર્ભ ટાંકીની સફાઈ માટે 27 ઓક્ટોબરે હાથ ધરાનારી કામગીરીને કારણે શહેરના દક્ષિણ-પૂર્વ ઝોન (લિંબાયત), દક્ષિણ ઝોન-એ (ઉધના) અને દક્ષિણ ઝોન-બી (કનકપુર)ના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠાને અસર થઈ શકે છે. 18 ઓવરહેડ ટાંકીઓ સાથે જોડાયેલા વિસ્તારોમાં સમય પ્રમાણે પાણી બંધ રહી શકે છે અથવા ઓછા દબાણે અને ઓછા જથ્થામાં મળી શકે છે. સુરત મહાનગરપાલિકાએ રહેવાસીઓને જરૂરી પાણી અગાઉથી ભરી રાખવા અને કરકસરપૂર્વક વાપરવા જણાવ્યું છે.

ડીંડોલી, ગોડાદરા અને પરવત વિસ્તારમાં સમયપત્રક

ડીંડોલી, ગોડાદરા અને પરવત તરફની ટાંકીઓ સાથે જોડાયેલા વિસ્તારોમાં પાણીપુરવઠો દિવસના જુદા-જુદા સમયે ખોરવાઈ શકે છે. ESR-SE-1ના ભક્તિનગર, પ્રિયંકા સિટી, શિવદર્શન અને આસપાસના વિસ્તારોમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અસર થશે; આ જ ટાંકી હેઠળના માનસી રેસિડન્સી, મોદી એસ્ટેટ અને ચેતનનગર તરફ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી પુરવઠો ખોરવાઈ શકે છે.

ESR-SE-2 હેઠળના ઓમનગર, મિલેનિયમ પાર્ક અને મધુરમ સર્કલ વિસ્તારમાં બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી, જ્યારે ESR-SE-3 હેઠળના મહાદેવનગર, શ્રી સાઈનગર અને ડીંડોલી ગામતળમાં સવારે 5થી 9 વાગ્યા સુધી પાણીની અસરની શક્યતા છે. ESR-SE-9 સાથે જોડાયેલા ગોડાદરા ગામતળ, માનસરોવર અને પ્રિયંકા મેગાસિટી સહિતના વિસ્તારોમાં સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી પુરવઠો ખોરવાઈ શકે છે.

પરવત ગામતળ, ઉમિયાનગર અને ઠાકોરનગરમાં ESR-SE-10 હેઠળ સવારે 6થી 9:30 વાગ્યા સુધી અસર રહેશે. આ ટાંકી સાથે જોડાયેલા ભક્તિનગર, મહાદેવનગર, કુબેરનગર અને આસપાસના વિસ્તારોમાં સાંજે 5:30થી રાત્રે 10:30 વાગ્યા સુધી પાણીની સમસ્યા થઈ શકે છે. ESR-SE-11 હેઠળ પ્રિયંકા સિટી પ્લસ, જે.બી.નગર, ગુરુનગર અને વૃંદાવન તરફ સવારે 6થી બપોરે 12:30 વાગ્યા સુધી પુરવઠો અસરગ્રસ્ત રહી શકે છે.

ઉન વિસ્તારની ESR-SE-4 અને 14 ટાંકીઓ હેઠળ ઉન-પશ્ચિમ, ભીંડી બજાર અને ઉન ગામતળમાં સવારે 8:15થી બપોરે 1 વાગ્યા સુધી અસરની શક્યતા છે. ESR-SE-5 હેઠળ ઉન-પૂર્વના રાહતનગર અને તિરુપતિ બાલાજી સોસાયટીમાં સવારે 5થી 8 વાગ્યા સુધી, જ્યારે ગભેણી રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અને સોમનાથનગર તરફ રાત્રે 8થી 12 વાગ્યા સુધી પુરવઠો ખોરવાઈ શકે છે. ડુંડી ગામ, દીપલી ગામ અને અનુપમ સિટી વિસ્તારમાં ESR-SE-6 હેઠળ સાંજે 5:30થી રાત્રે 8:30 વાગ્યા સુધી અસર રહેશે.

વડોદ, બમરોલી, ભેસ્તાન અને જીઆવ

વડોદ ગામ, વડોદ આવાસ, આશિષનગર અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ તરફ ESR-SE-7 હેઠળ સવારે 7:30થી બપોરે 12 વાગ્યા સુધી પાણીની અસર થઈ શકે છે. નવા બમરોલીના અમીધારા સોસાયટી, ઉમિયા રેસિડન્સી અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ ESR-SE-8 હેઠળ આ જ સમયગાળામાં પુરવઠો ખોરવાઈ શકે છે.

ભેસ્તાનના જ-15 આવાસ, શાંતિવન અને પ્રયોશા રેસિડન્સીમાં ESR-SE-12 હેઠળ સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી અસર થઈ શકે છે. ESR-SE-13 હેઠળ ઉમ્મીદનગર, ઉત્સવ એન્કલેવ અને ભેસ્તાનથી ભાણોદરા રેલવે ટ્રેકની પૂર્વ તરફના વિસ્તારમાં બપોરે 12થી 2:30 વાગ્યા સુધી પુરવઠો ખોરવાઈ શકે છે. જીઆવ અને બુડિયા ગામમાં ESR-SE-15 હેઠળ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી, જ્યારે સોનારી ગામ અને સાઈનગરમાં રાત્રે 8:30થી 10 વાગ્યા સુધી અસરની શક્યતા છે.

આનંદો હોમ્સ વિસ્તારમાં ESR-SE-16 હેઠળ સવારે 7થી 10 વાગ્યા સુધી અને બમરોલી ગામમાં ESR-SE-17 હેઠળ સવારે 7થી 11 વાગ્યા સુધી પુરવઠો ખોરવાઈ શકે છે. ESR-SE-18 હેઠળ ગીતાનગર, તુલસીધામ, રવિનગર અને આસપાસની સોસાયટીઓમાં સાંજે 4થી રાત્રે 9:50 વાગ્યા સુધી અસર થવાની શક્યતા છે. સફાઈની કામગીરી દરમિયાન પાણીનો પુરવઠો દરેક વિસ્તારમાં એકસરખા સમયે બંધ નહીં રહે; રહેવાસીઓએ પોતાના વિસ્તારને લાગુ પડતો સમય ધ્યાનમાં રાખીને પાણીનો સંગ્રહ કરવો.