સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી, તાતીથૈયા અને કડોદરા કેનાલ વિસ્તારમાં 9 ઑક્ટોબરે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. સાંસદ પ્રભુભાઈ વસાવાની આગેવાનીમાં ચાલેલી આ કામગીરી દિવસભર ચાલી હતી. આ દરમિયાન મોટા પ્રમાણમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો.

અભિયાન માટે 8 જે.સી.બી., 12 ટ્રક ઉપરાંત હિટાચી, ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો. ક્વોરી એસોસિએશન અને નેશનલ હાઈવે ઓથોરિટીએ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે નાગરિકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, કલેક્ટર તેજસ પરમાર, DRDA નિયામક એમ. બી. પ્રજાપતિ, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિની કુમારી અને સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિતના આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ વસાવા અને કલેક્ટરે નાગરિકોને સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને ઘરનો કચરો ડોર-ટુ-ડોર કચરાની ગાડીમાં જ આપવા જણાવ્યું હતું. અભિયાનમાં સફાઈ સાધનો અને સ્થાનિક સંસ્થાઓનો સહયોગ રહ્યો, જ્યારે નાગરિકોને કચરાના યોગ્ય નિકાલ માટે અપીલ કરવામાં આવી હતી.