ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કેદારનાથ યાત્રાએ ગયેલા સુરતના 14 લોકોનું ગ્રુપ ફસાયું હોવાની માહિતી સામે આવી છે. આ ગ્રુપ સુરતના અલથાણ વિસ્તારથી કેદારનાથના દર્શન માટે ગયું હતું.
મળતી માહિતી મુજબ, ગ્રુપના 14 સભ્યોમાંથી 3 યાત્રાળુઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જોકે, બાકીના 11 યાત્રાળુઓ હજુ કેદારનાથ વિસ્તારમાં ફસાયેલા હોવાનો અહેવાલ છે.
આ વચ્ચે ગ્રુપમાં સામેલ રંજનબેન પંચાલે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે. વીડિયોમાં તેમણે ફસાયેલા યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી વિનંતી કરી છે.
પરિવારજનો તરફથી સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હાલ બાકી રહેલા 11 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવા માટે વધુ રેસ્ક્યૂ કામગીરીની રાહ જોવાઈ રહી છે.
