સુરત જિલ્લાના બામણીયા ગામનો 21 વર્ષીય દિશાંતકુમાર ગરાસીયા ગુમ થયો છે. તે 7 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 7 વાગ્યે સુરતની ગાંધી કોલેજમાં ભણવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારથી તે ઘરે પરત ફર્યો નથી. તેની માતાએ આ અંગે અનાવલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દિશાંતની ઊંચાઈ 5.6 ફૂટ છે. ઘરેથી નીકળ્યો ત્યારે તેણે બ્લુ ટી-શર્ટ, કાળું ટ્રેક પેન્ટ અને સેન્ડલ પહેર્યાં હતાં. તેના ડાબા કાંડા પર દાઝેલું નિશાન છે અને માથા પર વૃંદાવનની માટીનું તિલક તેની ઓળખ માટેની ખાસ નિશાની છે.
પરિવારની ચિંતા વચ્ચે અનાવલ પોલીસે ગુમ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ પણ દિશાંત કોઈને જાણ કર્યા વિના વૃંદાવન ગયો હતો. જોકે, હાલ તે ક્યાં છે તેની માહિતી ઉપલબ્ધ નથી. દિશાંત વિશે જાણકારી ધરાવતા લોકોને અનાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
