સુરત ગ્રામ્યના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુંમકોતર ગામના જામલપાડા ફળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે દરોડો પાડ્યો હતો. એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ, બિયર અને વાહનો સહિત ₹21.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ કાર્યવાહી દરમિયાન પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પકડાયેલા આરોપીઓમાં ભાવેશ અશોકભાઈ પટેલ (31), રૂપેશ રાજુભાઈ (25), જય રાહુલભાઈ ધ પટેલ (23), જયદલપતભાઈ પટેલ (25) અને હિરેન નરેશભાઈ પટેલ (30)નો સમાવેશ થાય છે.
દારૂ દમણથી મોકલવાના મામલે વિકાસ ઉર્ફે વિકાસ ભૈયા યાદવ, સન્ની રાજેશ ગુપ્તા અને હેમીલ કમીલ સામે પણ ગુનો નોંધાયો છે. વિકાસ યાદવના બે ડ્રાઇવરોને પણ આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે. વિકાસ યાદવ ભેસલાપાડ, પારડીનો, સન્ની ગુપ્તા પારડીનો અને હેમીલ કમીલ દમણના નાની વાંકડનો રહેવાસી હોવાનું જણાવાયું છે.
અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ, દરોડામાં સ્થળેથી પાંચ જણની ધરપકડ થઈ છે, જ્યારે દમણથી દારૂ મોકલવાના આરોપ સાથે નામજોગ કરાયેલા ત્રણ વ્યક્તિઓ અને બે ડ્રાઇવરો વોન્ટેડ છે.
