ચોરીની શંકાએ બે મિત્રનું અપહરણ કરી માર માર્યો: અનિલ રાઠોડનું મોત; ડિંડોલી પોલીસે છ શખ્સની ધરપકડ કરી
સણીયા કણદે ગામના પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા ગયેલા બે મિત્રને ચોરીની શંકા હેઠળ કરાડવા લઈ જવાયા હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મારપીટમાં એક યુવકનું મોત થયું છે અને હત્યા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
