સુરતના રેસિડેન્ટ ડોક્ટરના જીવન ટૂંકાવવાની ઘટનામાં પિતાના ગંભીર સવાલો: વ્યસનમુક્તિની સારવાર અને પરીક્ષાના પરિણામ અંગે તપાસ, CCTV ફૂટેજની માંગ
નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં અભ્યાસ કરતા ડો. યોગેન પ્રજાપતિના મૃત્યુ બાદ પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ કરી છે. પોલીસ વ્યસનમુક્તિની સારવાર, પરીક્ષાના પરિણામ અને ઘટનાક્રમ સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.
