સચિન GIDCમાં યાર્નના ગોડાઉનમાં આગ: ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળ સુધી ફેલાયેલી આગ દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં
સુરતના સચિન GIDC રોડ નંબર-62 પર આવેલા બે માળના રાધિકા નીટ ફેબ ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે સંયુક્ત કામગીરી કરીને આગ બુઝાવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
