સુરતમાં ગાંધી જયંતીના કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલની ભૂલ: જન્મજયંતીને બદલે ‘પુણ્યતિથિ’ કહેતા વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર ટીકા
સુરતના ગાંધી બાગ ખાતે 2 ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલે મહાત્મા ગાંધીની જન્મજયંતીને ‘પુણ્યતિથિ’ તરીકે સંબોધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તેમની ટીકા થઈ રહી છે.
