ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ અને ભાલકા મંદિરની આસપાસ ઈંડા, માંસ-મટન, માછલી સહિતના તમામ નોનવેજ ખાદ્યપદાર્થો અંગે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રના જાહેરનામા મુજબ આ વિસ્તારમાં નોનવેજ વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ હવે પ્રતિબંધિત રહેશે.

આ અંગેનું કાયમી જાહેરનામું 10 ઓગસ્ટ, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસને તેમાં ઈંડા, માંસ-મટન, માછલી અને અન્ય નોનવેજ ખાદ્યપદાર્થોનો સ્પષ્ટ સમાવેશ કર્યો છે.

સોમનાથ અને ભાલકા મંદિર વિસ્તાર માટે નિર્ણય

આ પ્રતિબંધ સોમનાથ મંદિર તેમજ ભાલકા મંદિરની આસપાસના વિસ્તારમાં લાગુ થશે. ભાલકા તીર્થ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ-વેરાવળ નજીક આવેલું મહત્વનું ધાર્મિક સ્થળ છે. સત્તાવાર જિલ્લા વેબસાઇટ પર જાહેર કરાયેલા આદેશમાં બંને મંદિર વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી મંદિર આસપાસ નોનવેજ ખાદ્યપદાર્થોની દુકાનો, વેચાણ અને સંગ્રહ સંબંધિત પ્રવૃત્તિઓ પર રોક લાગશે. જાહેરનામું કાયમી ધોરણે લાગુ કરવામાં આવ્યું છે.