દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પિછોડા વિસ્તારમાં બે બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ ઘાયલ થયા હતા. બંનેને પહેલાં સંજેલીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મિક ટક્કરની આ ઘટના રંધીપુર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. બંને બાઈક પર મળીને એક મહિલા અને બે પુરુષ સવાર હતા. ટક્કરનો અવાજ સાંભળતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાઈક પર સવાર ત્રણ વ્યક્તિમાંથી એક પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને સારવારની જરૂર પડી હતી.
ઘટના બાદ 108ની ટીમ ઘાયલ મહિલા અને પુરુષને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગઈ હતી. આરોગ્ય કેન્દ્રમાં બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને દાહોદ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતની જાણ થતાં ઘાયલોના પરિવારજનો પણ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. સંજેલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
