છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રાયણઘોડા પ્રાથમિક શાળામાં 46મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં શાળાના બાળકોએ કેક કાપીને ઉજવણીમાં ભાગ લીધો હતો. શાળાના તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરાયું હતું અને તેમના માટે તિથિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય મુકેશકુમાર વી. ભીલે બાળકો માટે તિથિ ભોજનની વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમમાં નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ આર. રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશ કે. રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બી.આર.સી. કોઓર્ડિનેટર અમીર દિવાન, રાજ્ય પ્રતિનિધિ રાજેશ વસાવા, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંત તડવી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર મનીષ મહાલા અને ભરત પાંડે પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
શાળાની પ્રગતિ માટે શુભેચ્છા
ઉપસ્થિત મહેમાનોએ શાળાની શૈક્ષણિક પ્રગતિ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું આયોજન આચાર્ય મુકેશકુમાર વી. ભીલ અને શિક્ષિકાઓ કામિનીબેન સોની તથા મધુબેન બારીયાએ કર્યું હતું. 46મા સ્થાપના દિનની ઉજવણીમાં બાળકો માટે કેક, ચોકલેટ અને તિથિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
