પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત રહેશે. આ સમયગાળામાં ઓખા-સાબરમતી વંદે ભારત સહિત લાંબા અંતરની ટ્રેનોના પ્રસ્થાન સમયમાં ફેરફાર કરાયો છે. કેટલીક ટ્રેનોને માર્ગમાં નિયંત્રિત કરવામાં આવશે, જ્યારે ચાર ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે.
વંદે ભારત અને લાંબા અંતરની ટ્રેનો
ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત 30 ઓક્ટોબરે નિર્ધારિત 16:45ને બદલે 18:15 વાગ્યે અને 2 નવેમ્બરે 16:45ને બદલે 18:55 વાગ્યે ઉપડશે. 29 ઓક્ટોબરે ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 14:05ના બદલે 16:00 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો 2 નવેમ્બરે 20:05ના બદલે 21:25 વાગ્યે ઉપડશે.
વંદે ભારતને 24, 25, 26, 28, 29 અને 31 ઓક્ટોબર તથા 1 નવેમ્બરે માર્ગમાં 45 મિનિટ સુધી રોકી અથવા નિયંત્રિત કરી શકાય છે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 25 ઓક્ટોબરે 1 કલાક 40 મિનિટ અને 1 નવેમ્બરે 4 કલાક 10 મિનિટ સુધી, જ્યારે કટરા-હાપા એક્સપ્રેસ 26 ઓક્ટોબરે 1 કલાક 30 મિનિટ સુધી માર્ગમાં નિયંત્રિત થશે. ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 26 ઓક્ટોબરે 55 મિનિટ અને સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 28 ઓક્ટોબરે 2 કલાક 40 મિનિટ સુધી નિયંત્રિત રહેશે.
હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો 30 ઓક્ટોબરે 35 મિનિટ મોડી ઉપડશે. જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 30 ઓક્ટોબરે 25 મિનિટ મોડી રવાના થશે.
રદ અને ટૂંકા રૂટ પર દોડતી ટ્રેનો
ઓખા-રાજકોટ લોકલ (59552) અને રાજકોટ-ઓખા લોકલ (59551) 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રદ રહેશે. ઓખા-વેરાવળ એક્સપ્રેસ (19252) તથા વેરાવળ-ઓખા એક્સપ્રેસ (19251) 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી સંપૂર્ણ રદ રહેશે.
વડોદરા-જામનગર ઇન્ટરસિટી (22959) 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વડોદરાને બદલે રાજકોટ સુધી જ દોડશે; રાજકોટ-જામનગર વચ્ચે તેની સેવા રદ રહેશે. પરતની જામનગર-વડોદરા ઇન્ટરસિટી (22960) 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રાજકોટથી વડોદરા વચ્ચે જ ચાલશે અને જામનગર-રાજકોટ વચ્ચે રદ રહેશે.
ભાવનગર-ઓખા એક્સપ્રેસ (19209) 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ભાવનગર-રાજકોટ વચ્ચે જ દોડશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે; ઓખા-રાજકોટ વચ્ચેની સેવા રદ રહેશે. 24 ઓક્ટોબરે ઓખાથી ઉપડનારી 19210 એક્સપ્રેસ 1 કલાક 35 મિનિટ મોડી રવાના થશે. મુસાફરોએ સ્ટેશન જતાં પહેલાં પોતાની ટ્રેનનો સુધારેલો સમય અને રૂટ તપાસવો.
