રાજકોટમાં મોદીના 25 વર્ષના નેતૃત્વની ઉજવણી: 1500થી વધુ વિદ્યાર્થીઓએ 40 હજાર ચોરસ ફૂટમાં ભારતનો નકશો રચ્યો
રેસકોર્સ મેદાનમાં તિરંગા વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓની માનવ સાંકળ સાથે અનાજ, કઠોળ, બાંધણી અને સાડીઓથી 80 ફૂટની પ્રાકૃતિક રંગોળી તૈયાર કરાઈ.
તાજા સમાચાર
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ ખેલૈયાઓ અને નાગરિકોને નવરાત્રી દરમિયાન સુરક્ષા, નશાથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી.
રેસકોર્સ મેદાનમાં તિરંગા વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓની માનવ સાંકળ સાથે અનાજ, કઠોળ, બાંધણી અને સાડીઓથી 80 ફૂટની પ્રાકૃતિક રંગોળી તૈયાર કરાઈ.
રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય ધંધાર્થીઓનું ચેકિંગ કરીને વાસી શાકભાજી, ખરાબ લોટ અને વાસી નૂડલ્સ સહિતનો જથ્થો નષ્ટ કર્યો.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ શહેરના 93 ખાદ્ય એકમોની તપાસ દરમિયાન 115 કિલો અખાદ્ય તથા વાસી જથ્થાનો નાશ કર્યો અને 22 એકમોને નોટિસ આપી.
ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટમાં કટોકટી દરમિયાન 174 મુસાફરોને સુરક્ષિત બચાવવામાં ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર માટે રાષ્ટ્રીય સન્માનની માંગ ઉઠી છે.
રાજકોટ જિલ્લા NSUIના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સંગઠનના કાર્યકરોએ મૃત વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
થોરડી ગામના ખેડૂતની ફરિયાદના આધારે લોધિકા પોલીસે અલ્પેશ દોંગા સહિતના આરોપીઓ સામે વ્યાજખોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધાકધમકીની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
રૈયા રોડ પર કનૈયા ચોક પાસે આવેલા મકાનમાંથી રૂ.17,000ની રોકડ ચોરીની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદમાં ખેડૂત પાસેથી રૂ.9 લાખ લીધા બાદ રૂ.2થી 2.5 કરોડની બજારકિંમત ધરાવતી જમીનના દસ્તાવેજ કરાવ્યાનો આક્ષેપ છે.
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં બકરાં ખેતરમાં ઘૂસી જતાં પાકને નુકસાન થવાના મુદ્દે થયેલા વિવાદ બાદ મારામારી અને હવામાં ફાયરિંગનો કેસ નોંધાયો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને એક કિશોરને પણ હસ્તગત કર્યો છે.
રાજકોટ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ નવીન મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટમાં સુધારા સહિત 14 માંગણીઓના નિરાકરણની માગ સાથે 5 ઓક્ટોબરે માસ CL રાખી વિરોધ નોંધાવ્યો. માંગણીઓ નહીં ઉકેલાય તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
છેલ્લા છ મહિનાથી બંધ રહેલો રાજકોટ-ગોવા સીધો હવાઈ માર્ગ 25 ઓક્ટોબરથી ફરી શરૂ થવાનો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના મુસાફરોને ગોવા જવા માટે કનેક્ટિંગ ફ્લાઇટ અથવા અન્ય એરપોર્ટનો આધાર ઓછો પડશે.
ભાડલા બેઠકનાં સભ્ય રમીલાબેન મેરે વધતી મોંઘવારી અને મતવિસ્તારમાં થતા પ્રવાસ-લોકસંપર્કના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
શાપર પોલીસે રાજકોટ નજીકના કોરાટ ચોક પાસેથી પોલીસનો ગણવેશ પહેરી રોફ જમાવતા કિશોર સલાટની ધરપકડ કરી છે. આરોપી સામે BNSની કલમ 204 અને 205 હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટ રેલવે ડિવિઝને હાપાથી કાનાલુસ વચ્ચેના 31 કિલોમીટર લાંબા સેક્શનમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટની તપાસ માટે ડ્રોન ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું છે. ચાલુ વીજ પુરવઠા વચ્ચે નિરીક્ષણ શક્ય બનતાં જાળવણી અને સલામતી કામગીરી વધુ ઝડપી બની શકે છે.
રાજકોટના તત્કાલીન Joint Director General of Foreign Trade જવરી માલ બિશ્નોઇના 2023ના મૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ કર્યો છે. અદાલતે તપાસ CID ક્રાઇમના DIGની દેખરેખ હેઠળ પૂર્ણ કરવા જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગે ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરીને 42 આસામી પાસેથી રૂ.1,40,100નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. હવે પકડાયેલા વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ક્યાંથી ખરીદ્યું તેની વિગતો લેવામાં આવશે.
રાજકોટ AIIMSમાં ફરજ દરમિયાન મહિલા MBBS ઇન્ટર્ન સાથે અયોગ્ય વર્તન અને સ્પર્શના આક્ષેપ બાદ ગાંધીગ્રામ પોલીસે નર્સિંગ સ્ટાફના લલિત શર્માની ધરપકડ કરી છે. ઘટનાના વિરોધમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો.
બઢતી, બદલી, સિનિયોરિટી અને મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટમાંથી વધારાની કામગીરી દૂર કરવાની માગ સાથે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો.
રાજકોટ પશ્ચિમ રેલવે LCBની કાર્યવાહી દરમિયાન ક્વાર્ટર નંબર 28(E)માંથી રોકડ, મોબાઇલ અને જુગારનો સામાન મળ્યો; ક્વાર્ટરનો આશરે છ મહિનાથી બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાની તપાસ.