રાજકોટ લૂંટ-હત્યા કેસમાં સ્થળ પર રિકન્સ્ટ્રક્શન: 10 આરોપી ઝડપાયા, રૂ.1.53 કરોડનો મુદ્દામાલ કબજે કર્યાનો પોલીસનો દાવો
તન્વી એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીની હત્યા અને સોના-ચાંદીની લૂંટના કેસમાં ચાર મુખ્ય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરાઈ; નવ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવાના છે.
