મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાના અહેવાલો છે.
કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની સાથે ચૂંટણી મતદાર યાદીમાં થયેલા ફેરફારો અને ચૂંટણી પંચના નિર્ણયોની સ્વતંત્ર સમીક્ષાની માગ કરી છે. પક્ષે જિલ્લા કોંગ્રેસ સમિતિઓને પોતાના વિસ્તારોમાં કલેક્ટર કચેરી સુધી વિરોધ માર્ચ યોજવા સૂચના આપી હતી.
આ વિરોધ પાછળ મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયા અંગે કોંગ્રેસે ઉઠાવેલા સવાલો છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ છે અને ચૂંટણી પંચની કામગીરી અંગે જવાબદારી નક્કી થવી જોઈએ.
ચૂંટણી પંચે અગાઉ SIR સંબંધિત નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની સહમતીથી લેવાયા હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે આ સ્પષ્ટતાને નકારી જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગ ફરી દોહરાવી છે.
