ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જોકે વરસાદ વ્યાપક રહેવાની આગાહી નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં પણ એકાદ સ્થળે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આ સમયગાળા માટે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
2 ઓક્ટોબરથી હવામાન શુષ્ક
હવામાન વિભાગની સબ-ડિવિઝન આગાહી મુજબ 2 ઓક્ટોબર માટે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ચેતવણી નથી. 2થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદ ઘટતાં ગરમી અને ઉકળાટમાં વધારો થઈ શકે છે.
