ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 26 સપ્ટેમ્બર, 2026 ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે. મહાનગરપાલિકાની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે.
આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પણ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10 માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અગાઉ 44માંથી 23 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા.
ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળે તેવી સ્થિતિ છે. હવે ઉમેદવારી પત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ ઉમેદવાર યાદી અને ચૂંટણી પ્રચાર પર રાજકીય પક્ષોનું ધ્યાન રહેશે.
