ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા છે. અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો સહિત અન્ય ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 28 સપ્ટેમ્બરે કરવામાં આવશે, જ્યારે ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધીમાં પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે.
ગાંધીનગર મનપાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. જરૂર જણાશે તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન યોજાઈ શકે છે. મતગણતરી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી મેદાનમાં રહેનારા અંતિમ ઉમેદવારોની સંખ્યા સ્પષ્ટ થશે.
