ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે, 26 સપ્ટેમ્બર 2026ના રોજ અંતિમ દિવસ છે. રાજ્ય ચૂંટણી પંચના જાહેર કાર્યક્રમ મુજબ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.

ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જરૂરિયાત જણાય તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન યોજાઈ શકે છે.

મતગણતરી 13 ઓક્ટોબરે હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ગાંધીનગર મનપા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. ચૂંટણી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.