આણંદ જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બુધવાર, 30 સપ્ટેમ્બર 2026ની વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ટક્કરમાં બસમાં સવાર પાંચ મુસાફરોના મોત થયા હતા, જ્યારે પાંચ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પોલીસને ટાંકતા અહેવાલોમાં જણાવાયું છે.

પ્રાથમિક માહિતી મુજબ, બસ સુરતથી રાજસ્થાન જઈ રહી હતી. આણંદ અને નડિયાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવે પર બસ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોમાંથી કેટલાકને વધુ સારવાર માટે વડોદરા અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. ટક્કર કયા સંજોગોમાં થઈ અને બંને વાહનોની ગતિ સહિતના મુદ્દાઓ અંગે તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

અકસ્મતમાં મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા અને બસના એક બાજુના બેઠકો તથા સ્લીપર બર્થને નુકસાન થયું હોવાનું પોલીસને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે. ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વાસ્થ્યલાભની કામના કરી હતી.