અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ 30 હજારથી વધુ વધારાની ટ્રિપનું સંચાલન કર્યું હતું. આ વિશેષ સેવાઓ દ્વારા અંદાજે 13 લાખ યાત્રિકોએ મુસાફરી કરી હતી.

મેળો 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર વધારાની બસ સેવાઓ ગોઠવવામાં આવી હતી, જેથી અંબાજી તરફ જતા ભક્તોને પરિવહનની સુવિધા મળી રહે.

આ વિશેષ બસ સેવાઓથી નિગમને રૂ. 9.51 કરોડની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. મેળા દરમિયાન યાત્રિકોની અવરજવર સરળ બનાવવા માટે GSRTCએ વધારાની ટ્રિપ ઉપરાંત વિશેષ બસ વ્યવસ્થા પણ અમલમાં મૂકી હતી.

અમદાવાદ વિભાગમાંથી પણ ખાસ બસો દોડાવવામાં આવી હતી. 20થી 26 સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદ વિભાગે 57,902 યાત્રિકોને અંબાજી પહોંચાડ્યા હોવાનું નોંધાયું છે.