ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી: અમદાવાદમાં સાંજે ઝાપટાં, લણણી કરી રહેલા ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા
હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે.
