ઓલા, ઉબેર અને રેપિડો સામે કરવેરાની તપાસની માગ: અમદાવાદના ઓટો-રિક્ષાચાલક સંગઠને ડ્રાઇવરો પાસેથી કપાયેલી રકમનો હિસાબ માગ્યો
ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશન અમદાવાદે નાણામંત્રીને આવેદનપત્ર આપી GST અને અન્ય સરકારી કર તરીકે વસૂલાયેલી રકમ સરકારી વિભાગોમાં જમા થઈ છે કે નહીં તેની તપાસ માગી છે.
