હરિદ્વાર યાત્રાના નામે સુરેન્દ્રનગરમાં છેતરપિંડીનો આક્ષેપ: 450થી વધુ મુસાફરો પાસેથી નાણાં ઉઘરાવાયાં; બસ ન આવતાં પોલીસ ફરિયાદ
વ્યક્તિદીઠ રૂ.4,200 લઈને AC બસ, રહેવા-જમવા અને ભાગવત કથાની સુવિધાનું વચન અપાયું હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. નક્કી કરેલા દિવસે બસ ન આવતાં સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
