રાજકોટ અને વડોદરા એરપોર્ટને ઇમિગ્રેશન પોસ્ટનો દરજ્જો: કેન્દ્રની સૂચનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની ક્લિયરન્સનો માર્ગ ખુલ્યો
ગૃહ મંત્રાલયે 9 નવેમ્બરની ગેઝેટ સૂચનામાં બંને એરપોર્ટને અધિકૃત ઇમિગ્રેશન એરપોર્ટની યાદીમાં ઉમેર્યાં; ત્યાંથી ઇમિગ્રેશન કામગીરી ક્યારે શરૂ થશે તે સૂચનામાં જણાવાયું નથી.
