અમદાવાદમાં પાંચ વર્ષમાં 5,145 માર્ગ અકસ્માત: 1,226નાં મોત, ટુ-વ્હીલર અકસ્માતોમાં 665 જીવ ગયા
અમદાવાદ ટ્રાફિક પોલીસના 2021થી જુલાઈ 2026 સુધીના આંકડા મુજબ શહેરમાં માર્ગ અકસ્માતોમાં ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ જોખમમાં રહ્યા છે. ઝડપ, ખોટી દિશામાં ડ્રાઇવિંગ અને હેલ્મેટના નિયમોના ઉલ્લંઘનને ગંભીર પરિબળો ગણાવવામાં આવ્યા છે.
