કેદારનાથમાં ફસાયેલા સુરતના 14 યાત્રાળુઓમાંથી 3નું રેસ્ક્યૂ: મહિલાની વીડિયો અપીલ બાદ બાકીના 11ને સલામત ખસેડવા પરિવારજનોની માંગ
ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે અલથાણ વિસ્તારના 14 લોકોનું ગ્રુપ કેદારનાથમાં અટવાયું હતું. ત્રણ યાત્રાળુઓને હેલિકોપ્ટરથી ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે, જ્યારે 11 હજુ રાહ જોઈ રહ્યા છે.
