કોસંબા ત્રિપલ હત્યા કેસમાં ચાર વર્ષ બાદ મોટો ખુલાસો: પતિ-પત્ની સામે ત્રણ મહિલાઓની હત્યાનો આરોપ, દાટેલા અવશેષો બહાર કઢાયા
સુરત જિલ્લાના કોસંબા તાલુકાના વડફળિયા ગામમાં 70 વર્ષીય મહિલાની હત્યાના કેસની તપાસ દરમિયાન અન્ય બે મહિલાઓના મૃત્યુ અંગે પણ ગંભીર વિગતો સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે સ્થળ પરથી માનવ અવશેષો કબજે કર્યા છે.
