ધારીમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવતાં દીપડાનું મોત: દલખાણીયાની વાડીમાં શિકારની શોધ દરમિયાન ઘટના બની હોવાની આશંકા
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક દીપડાનું વીજ કરંટ લાગતાં મોત થયું હતું. વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.
