ખંભરા મંદિર ચોરી કેસમાં ચાર આરોપી ઝડપાયા: અંજાર પોલીસે રૂ. 24,960નો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીની શોધખોળ ચાલુ
અંજાર તાલુકાના ખંભરા ગામના મતિયાદેવ મંદિરમાંથી દાનપેટીની ચોરીના કેસમાં પોલીસે દાહોદ અને રાજકોટના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
