સુરતના તાપીપુરામાં પાણીની મુખ્ય લાઈન તૂટી: રસ્તાનો મોટો ભાગ બેસી ગયો, મનપાએ બેરિકેડિંગ કરી રિપેરિંગ શરૂ કર્યું
આઈ.પી. મિશન સ્કૂલ પાસે નવી પાણીની ટાંકી શરૂ કરતાં પહેલાં ચાલી રહેલી ફ્લશિંગ કામગીરી દરમિયાન પાઈપલાઈન તૂટતાં જમીનનું ધોવાણ થયું અને ડામરનો રસ્તો ધસી પડ્યો.
