ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની લાલચ આપતી ટોળકી ઝડપાઈ: કચ્છ પોલીસે પાંચની ધરપકડ કરી, રૂ. 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પ્રાથમિક તપાસ મુજબ, ખરીદદારોને પહેલાં અસલી સોનું બતાવી વિશ્વાસમાં લેવાતા અને પછી નકલી બિસ્કિટ આપીને પૈસા પડાવાતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1 કિલો અસલી સોનું, 15 નકલી બિસ્કિટ, વાહનો અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
