વેડરોડના કારખાનામાં પિતા-પુત્ર પર હુમલાની ફરિયાદ: ટેમ્પા સાથે ક્રેન ઘસાતાં થયેલી તકરાર બાદ વેપારીના પિતાને માથામાં ઈજા
શુભમકુમાર દ્વિવેદીની ફરિયાદ પ્રમાણે, 7 ઓક્ટોબરે કારખાનામાં ઘૂસી બે લોકોએ મારામારી કરી હતી. ચોકબજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
