સુરતમાં શ્રમિકો 15 ઓક્ટોબરે કલેક્ટર કચેરીએ વિરોધ કરશે: રવિવારની સાપ્તાહિક રજા અને સમયસર વેતનની માગ; 10,000 કામદારો જોડાવાની આયોજકોની ધારણા
ગુજરાત પ્રદેશ INTUCના નેતૃત્વમાં યોજાનારા મહા સત્યાગ્રહમાં એમ્બ્રોઇડરી સહિતના ઔદ્યોગિક એકમોના કામદારો જોડાશે તેવી આયોજકોની અપેક્ષા છે. સંગઠનના પ્રમુખે ત્રણ વખત રજૂઆત છતાં ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
