સુરતમાં સ્કેટ્સ પર ગરબા-દાંડિયાની તૈયારી: હુલા હૂપ અને આંખે પાટા સાથે 500 બાળકોનો નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્ય
મીના મોદી ડાન્સ એકેડેમીમાં 4થી 25 વર્ષની વયનાં બાળકો અને યુવાનો છેલ્લા 3થી 4 મહિનાથી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અગાઉ 250 બાળકોએ સાથે સ્કેટિંગ ગરબા કર્યા હોવાનો એકેડેમી સંચાલકનો દાવો છે.
