દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા કોંગ્રેસનું અલ્ટીમેટમ: 30 ઓક્ટોબર સુધીનો સમય; નહીં તો 31મીએ ખેડૂતોનું મહાસંમેલન
ગુજરાત કિસાન કોંગ્રેસે દુષ્કાળની સ્થિતિ ધરાવતા વિસ્તારો જાહેર કરવાની માંગ સાથે સરકારને 30 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. માંગ નહીં સ્વીકારાય તો દ્વારકા, જામનગર અને પોરબંદરના ખેડૂતોને સાથે રાખીને મહાસંમેલન અને ત્યારબાદ રેલી યોજવાની ચીમકી આપી છે.
